શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટયાર્ડ - સાવલી

             આપણા ભારત જેવા કૃષિ પ્રધાન મહાન દેશની પ્રગતિ માટે જીવાદોરી સમાન ખેતી જ છે. કેમ કે દેશના ૮૦% ટકા લોકો ખેતી ઉપર આત્મ નિર્ભર છે. માટે ખેતીને એક ઉધ્યોગ અને દેશના વિકાસના પાયા રૂપ ગણી તેને આગળ લાવવાં પુરતા પ્રયત્નો કરવા ઘટે. તેના માટે આપણે સૌ પ્રથમ ખેડુતને ખેતીકામથી આનંદ અને ઉલ્લાસપૂર્વક ખંતથી કામ કરતો થાય તે જોવાનું આપણે છે.

             તેના માટે ખેડુતોએ ઉત્પન્ન કરેલા ખેત પેદાશોના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આપણા લોક હદયમા બીરાજેલા આપણા સ્વપ્ન દ્રષ્ટશ્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રેરક પ્રેરણાને જ જાણે વાચા આપતો હોય તેમ માર્કેટયાર્ડની સ્થાપના કરતો (કાયદો) બજારધારો ૧૯૬૩ અમલમા આવ્યો અને તેમ તેને લીધેજ સારા એ ભારતવર્ષમાં દરેક તાલુકા દીઠ માર્કેટીંગ યાર્ડની સ્થાપનાની શરૂઆત થઇ.
 
 
 
 
 
જામ ખંભાળિયામાં ૧૯ ઇંચ વરસાદ
સમગ્ર રાજયમાં આજે બીજા દિવસે પણ મેઘકૃપા યથાવત્ રહી હતી. સૌરાષ્ટ્રમાં ગઈ કાલે સાંબેલાધાર વરસાદ વરસ્યા બાદ આજે પણ ઓખા, મીઠાપુર અને વેરાવળ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. જામ ખંભાળિયામાં ર૦ કલાકમાં ૧૯ ઈંચ વરસાદ પડતાં ભયજનક સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ રાજ્યમાં વીજળી પડવાના બનાવોમાં બેનાં મોત નિપજ્યા છે. મહેસાણાના બાવલુમાં વીજળી પડતાં એકનુ મોત નીપજ્યુંું હતું. જ્યારે સાબરકાંઠાના પાલનપુર ગામે વીજળી પડતાં ૪ને ઈજા પંહોચી હતી. અન્ય ઘટનામાં સાણંદના મોડાસર ગામે વીજળી પડતાં કરણભાઈ અભેસંગભાઈ દયા નામના ૪૦ વર્ષના યુવાનનું મોત નિપજ્યું હતું.
   
     
 
 
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ APMC ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો APMC ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
Copyright © 2010 All Rights Reserved. Powered by : Aplomb Technology